Posts

દાબેલી બ્રેડ

  દાબેલી બ્રેડ:   સામગ્રી: ૫૦૦ ગ્રામ બટેટા, ૧ પેકેટ, દાબેલી પાઉંનું પેકેટ, દાબેલીનો મસાલો, મસાલા શીંગ, સેવ, કાંદા, ગ્રીન ચટણી, મીઠું ચટણી વગેરે.   રીત: સૌ પ્રથમ બટેટાને બાફી લેવા. ત્યારબાદ તેની છાલ કાઢી મસળી લેવા. એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરીને તેમાં આ બટેટાનો માવો નાખવો. ૨-૩ ચમચી મીઠી ચટણી અને દાબેલીનો મસાલો, મીઠું (સ્વાદ પ્રમાણે) નાખવું. પછી તેને ખુબ હલાવી દેવું. ત્યારબાદ દાબેલીના પાઉંને વચ્ચેથી કટ કરી તેમાં ગ્રીન ચટણી લગાવીને તેમાં બટેટાનો મસાલો ભરવો. તેની ઉપર કાપેલા કાંદા, સેવ, મસાલા શીંગ વગેરે નાખવી અને તવા ઉપર થોડું બટર લગાવી શેકી લેવી. ઉપર લીંબુનો રસ, ચટણી વગેરે સ્વાદ અનુસાર નાખી શકાય.

કટલેશ

  કટલેશ : સામગ્રી : ૫૦૦ ગ્રામ બટેટા , ૨ ચમચી મકાઈનો લોટ , ૧ / ૨ કપ વટાણા , લાલ મરચું , ધાણાજીરું , મીઠું , લીંબુ , ખાંડ , ટોસ્ટનો ભૂકો .   રીત : સૌ પ્રથમ બટેટા અને વટાણાને બાફી લેવા . ત્યારબાદ તેમાં બધા મસાલા નાખીને મિક્સ કરી લેવા અને તેને ગમે તેવા શેપ માં વળી લેવા . ત્યારબાદ તેને મેંદો અથવા મકાઈના લોટ ની સ્લરી માં બોળીને અને ટોસ્ટના ભૂકામાં રગળી ને તેલમાં તળી લેવા .   તેને મીઠી ચટણી , ગ્રીન ચટણી વગેરે જોડે ખાઈ શકાય .

બાજરીના વડા

  બાજરીના વડા :   સામગ્રી : ૨૫૦ ગ્રામ બાજરીનો લોટ , ૧ કપ મેથી , થોડી કોથમીર , લીલું લસણ , લાલ મરચું , ધાણાજીરું , હળદર , હિંગ , તેલ , મીઠું વગેરે .   રીત : સૌ પ્રથમ બાજરીના લોટમાં બધા મસાલા નાખવા . થોડું ગરમ પાણી કરીને લોટ બાંધી લેવો . ત્યારબાદ તેને ૧૦ મિનિટ ઢાંકીને રાખવો . પછી , લુઆ ( ગોળા ) બનાવીને એક ભીનું કપડું લઈને એની ઉપર નાની પુરી જેટલી સાઈઝના વડા થેપી લેવા ( વણીને અથવા હાથ થી ).   અને પછી તેને તળી લેવા . આ વડા જોડે ચા કે દહીં જોડે અથવા ચટણી જોડે પણ ખાઈ શકાય .  

મકાઈના થેપલા

  મકાઈના થેપલા   સામગ્રી : ૨૫૦ ગ્રામ મકાઈનો લોટ , ૧ કપ સમારેલી મેથી , ૧ / ૨ કપ કોથમીર , લસણ , વાટેલું , લાલ મરચું , ધાણા જીરું , હળદર , મીઠું , તેલ , હિંગ , મોણ માટે તેલ ..   રીત : સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવું . હૂંફાળું રાખવું પછી લોટમાં મસાલા નાખવા અને મિક્સ કરવા અને પછી થોડું થોડું પાણી નાખતા જઈને લોટ બાંધવો . થોડો ઢીલો રાખવો , પછી દસ મિનિટ ઢાંકીને રાખવો ત્યારબાદ , તેમાંથી મીડીયમ સાઈઝની ગોળીઓ બનાવીને વણતા જાઓ . આ થેપલા પાતળી ઉપર સીધા ન વણી શકાય તો પારદર્શક પ્લેટિક રાખીને વણવા . થેપલા થોડા જાડા રાખવા . પછી તવા ઉપર તેલ અથવા ઘી અથવા માખણ થી શેકવા .

ઊંધિયુંની ગોળીઓનું શાક

  ઊંધિયુંની ગોળીઓનું શાક :   સામગ્રી : ૧ કપ બેસન , ૧ / ૨ કપ સમારેલી મેથી , લાલ મરચું , હળદર , ધાણાજીરું , મીઠું , ગોળ , મોણ માટે તેલ અને એકાદ ચપટી ખાવાના સોડા , તળવા માટે તેલ , ગ્રેવી મટે ત્રણ ટામેટા , લસણ નાખવું હોય તો       નાખી શકાય .   રીત : સૌ પ્રથમ બેસનમાં બધા મસાલા નાખીને ગોળીઓ બનાવી શકાય એવો લોટ બાંધવો . પછી પાંચ - સાત મિનિટ રાખવો . અને પછી નાની નાની ગોળીઓ બનાવવી . અને તેલ માં તળવી . હવે ટામેટાની ગ્રેવી બનાવવી અને ત્યારબાદ એક કડાઈમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવું . તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરું , હિંગ નાખીને તેમાં આદુ મરચાની પેસ્ટ નાખીને ટામેટાની ગ્રેવી નાખવી . થોડું કાશ્મીરી મરચું નાખવું . પછી ઢાંકીને થોડી વાર ચડવા દેવું . તેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચડવા દેવું . પછી તેમાં તળેલી ગોળીઓ નાખવી અને હળવેથી હલાવવું ૨ થી ૩ મિનિટ સુધી સાંતળવું અને ઉપરથી કોથમીર ઉમેરવી .

સોયાબીન ટોસ્ટ:

  સોયાબીન ટોસ્ટ : સામગ્રી : સોયાબીન - ૧ કપ , બ્રેડની સ્લાઈસ - ૪ નંગ , આદુ - લૉસની પેસ્ટ - ૧ ચમચી , સમારેલી ડુંગળી , સમારેલા મરચા - ૨ ચમચી , તેલ - ૨ ચમચી , જીરું - અડધી ચમચી , સમારેલી કોથમીર ૧ ચમચી , મીઠું સ્વાદ મુજબ     રીત : સોયાબીનને આખી રાત પાણીમાં પલાળીને રાખો . સવારે તેને બાફીને ફોતરાં કાઢી નાખીને ક્રશ કરી લો . ક્રશ કરેલા સોયાબીનમાં બ્રેડ સિવાયની બધી જ સામગ્રી ભેળવી દો . બ્રેડની કિનારીઓ કાપીને એને ત્રિકોણ આકારે ટુકડા કરી લો . બ્રેડના ટુકડા ના એક તરફ સોયાબીન ની પેસ્ટ લગાવો અને બીજો ટુકડો એની ઉપર ઢાંકી દો . અને નોન - સ્ટિક લોઢી ઉપર થોડું તેલ ગરમ કરી તેના ઉપર બ્રેડની સ્લાઈસ બંને તારાગ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો . ચટણી કે ટામેટાના સોસ સાથે ખાઈ શકાય .    

શાહી ખાંડવી

  શાહી ખાંડવી સામગ્રી: ચણાનો લોટ - ૧ કપ , પાણી અઢી કપ , ગુલાબજળ - થોડા ટીપા , મિલ્કમેડ - અડધું ટીન ( માર્કેટમાં ઉપલબ્ધ - અમુલ અથવા નેસ્લે વગેરે ), દૂધ - ૨ કપ , પનીર ૧૦૦ ગ્રામ , મેંદો - અડધો ચમચો , ઈલાયચી પાવડર - અડધી ચમચી , તાજો માવો - અડધો કપ , મિલ્ક મેડ - ૩ ચમચા , બૂરું ખાંડ - ૨ ચમચા , એલચી - અડધી ચમચી , કેસર - થોડા તાંતણા , ( ગરમ દૂધમાં પલાળેલા ), સમારેલા ડ્રાઈફ્રૂઈટ્સ , વરખ - ૧ નંગ .   રીત : રાબડી : પનીરને મસળી લો . મેંદામાં ૩ - ૪ ચમચા દૂધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો . મિલ્કમેડ અને બાકીના દૂધને મિક્સ કરીને ઉકાળવા દો . તેમાં મેંદાની પેસ્ટ ઉમેરીને સતત હલાવતા રહો . હવે ગેસ ધીમો કરીને પાંચેક મિનિટ રહેવા દો . ઠંડુ પાડીને ફ્રીઝમાં મુકો .   માવાનું પૂરણ : તાજા માવાને હળવા હાથે મસળો . તમે બૂરું ખાંડ , મિલ્કમેડ , એલચી અને પલાળેલું કેસર મિક્સ કરો .   ખાંડવી : ચણાના લોટમાં મણિ મિક્સ કરીને ખીરું બનાવો . તેમાં ગુલાબજળના થોડા ટીપા મિક્સ કરો . હવે જાડા તળિયાવાળી કડાઈને ગેસ